ઘર માટે ઘરેલૂ ઉપાય - ૭

(17)
  • 3.9k
  • 3
  • 1.6k

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૭સં.મીતલ ઠક્કર* સાડીઓને એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં રાખવાથી જીવાત આવી જાય છે. તેની કાળજી માટે બે-ત્રણ મહિને એક વખત તેને તડકામાં મૂકવાનું રાખો. વધારે સમય તડકામાં રાખવાથી પણ નુકસાન થાય છે. એટલે એક-બે કલાક રાખીને કબાટમાં ફરી મૂકતી વખતે ઉલટાવીને મૂકો.* શિફોન અને જોર્જેટની સાડીઓને મશીનમાં ના ધોવી જોઇએ. અને હાથથી ધોયા પછી નિચોવવાનું ટાળશો.* જૂતામાં ગંધ આવતી હોય તો શૂ ને રેકને બદલે બહાર મૂકવા. શક્ય હોય ત્યારે તેને તડકામાં મૂકવા. જૂતામાં બેકિંગ પાઉડર નાખવાથી તે બેક્ટેરિયાને સેનીટાઇઝ કરીને ગંધને નાબૂદ કરવામાં મદદ કરે છે. જૂતામાં રાત્રે સંતરાના છોડા નાખીને સવારે કાઢી લેવાથી પણ