હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સામાન્ય માણસે એક વિખ્યાત ગાયક કુંદનલાલ સાયગલને એક વિનંતી કરી ત્યારે... કોઈ અપેક્ષા વિના લોકોને મદદ કરનારી વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય સુખનો પાસવર્ડ આશુ પટેલ થોડા દિવસ અગાઉ ગઈ સદીના ખૂબ લોકપ્રિય ગુજરાતી ગાયક હેમુ ગઢવીના જીવનનો એક કિસ્સો લખ્યો હતો જેમાં એ વાત કરી હતી કે એક ગરીબ વૃદ્ધાનો દીકરો અકાળે મ્રુત્યુ પામ્યો એ પછી તે વ્રુદ્ધાની અરજને કારણે હેમુ ગઢવીએ તે વ્રુદ્ધાના બારમાના દિવસે તેના ઘરે જઈને આખી રાત ડાયરો કર્યો હતો. એ કિસ્સો વાંચીને વડીલ પત્રકારમિત્ર શિરિષ મહેતાએ જૂની હિન્દી ફિલ્મોના વિખ્યાત ગાયક-અભિનેતા કુંદનલાલ સાયગલના જીવનનો એક કિસ્સો યાદ કરાવ્યો. કુંદનલાલ સાયગલ તેમના