અર્ધ અસત્ય. - 68

(260)
  • 7.6k
  • 12
  • 5.4k

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૮ પ્રવીણ પીઠડીયા અનંત ભયાનક વેગથી બાપુ તરફ ધસી ગયો અને તેમના નાઇટ ગાઉનનો કોલર ઝાલીને તેમને હલબલાવી નાંખ્યાં. તેણે જે સાંભળ્યું હતું એનાથી તેનો પારો આસમાને પહોચી ગયો હતો અને પોતાનાં જ મોટાબાપુ ઉપર તેને ધ્રૂણાં ઉપજતી હતી. “મારાં દાદાનું શું કર્યું તમે? તેમને ક્યાં ગાયબ કરી દીધા છે?” તેને વિશ્વાસ નહોતો આવતો કે પોતાનાં જ સગ્ગા બાપને વિષ્ણુંબાપુએ મોતને ઘાટ ઉતારી દીધા હતાં. ભયંકર આવેગથી તેનું શરીર થરથર ધ્રૂજતું હતું. “એ તું વૈદેહીને કેમ નથી પૂછતો. તેણે જ તો એ બખેડો ઉભો કર્યો હતો. તને બધું જ જણાવ્યું હોય તો આ વાત પણ જણાવી જ હશેને!”