"સમય શોધતો હતો મને, લખવાને પ્રેરીત કરવા માટે.આંટી ઘૂંટી માં હુ સલવાયો, એને જ શોધવા માટે."આ પંક્તિઓ વાંચીને તમને થોડો તો અંદાજ આવી જ ગયો હશે કે પોતાની આવડત, શોખ, અને ખુબી જેના થી માણસ એક સુખની લાગણી અનુભવે છે, એને જ થોડી સાઈડમાં રાખી એ પોતાની રોજિંદી જિંદગીમાં એવોતો ગૂંચવાયેલો રહે છે કે સમય ની સાથે કયારેક પોતાની એ ખુબીને એ ભૂલી પણ જાય છે. લખવાનો શોખ તો હું પણ ધરાવું છું. અરે! આ તો પેલી કહેવત જેવું થઇ ગયું," ગાંડી સાસરે જાય ને ડાહી ને શિખામણ આપે."હું પણ આજે લગભગ ૧ મહીને ફરીથી લખવા બેઠો છું. ઉપર જણાવ્યું એ