અર્ધ અસત્ય. - 66

(249)
  • 6.7k
  • 12
  • 5.1k

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૬ પ્રવીણ પીઠડીયા એક ભીષણ જંગ અભય અને વિષ્ણુંબાપુ વચ્ચે જામી પડી. બાપુએ અભયને પોતાની ઉપરથી નીચે ધકેલ્યો હતો અને સૂતેલી હાલતમાં જ તેમણે અભયનાં ચહેરા ઉપર એક ઘૂંસો રસિદ કરી દીધો હતો. અભયને લાગ્યું જાણે કોઇએ તેના મોઢા ઉપર ભારેખમ હથોડાથી વાર કર્યો છે. તેનું ઝડબું હલી ગયું અને નાકમાંથી લોહીની ધાર થઇ. બાપુનાં એક જ ઘૂસે તે બેહાલ બની ગયો. તેને ખભામાં ગોળી વાગી હતી. એનું દર્દ તો હતું જ, તેમાં હવે ઝડબું તૂટવાનું દર્દ ભળ્યું હતું. તેના મોઢામાં લોહીની ખારાશ છવાઇ હતી. તે દેદાર ભયંકર થયો હતો. લોહી નીગળતો તેનો ચહેરો બેડોળ બન્યો હતો. બાપુની