નસીબ

(20.8k)
  • 2.4k
  • 926

** નસીબ ** દર્પણના ઘરમાં આજે આનંદનો ઉત્સવ હતો. તેના સૌથી નાના દિકરાના લગ્ન હતા. આમ તો છેલ્લા એક મહિનાથી લગ્નની તૈયારીઓ ચાલતી હતી પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી ઘરમાં નજીકના મહેમાનો આવી ગયા હતા અને સૌ આ આનંદના ઉત્સવની ઉજવણી ખૂબ પેટ ભરીને કરી રહ્યા હતા. થોડાક દિવસોથી ઘરમાં રોજ સિત્તેર થી એંશી માણસોની રસોઈ બનાવવામાં આવતી હતી. દર્પણે ગામને અડીને આવેલા તેના ખેતરમાં તાજેતરમાં જ તેનું ફાર્મ હાઉસ બાંધ્યું હતું. એક વિશાળ બંગલો જોઈ લો જાણે !. આમ તો દર્પણનું કુટુંબ અમદાવાદમા સ્થાયી થયેલું હતું પરંતુ તેઓ તેમનો દરેક પ્રસંગ ગામમાં ઉજવવાનું પસંદ કરતા હતા. આજે રિસેપ્શન રાખવામાં