થયુ પણ એવું જ..લીલાધરની ગાડી નીકળી ગઈ એના થોડાક અંતરાલ પછી.. તાવડે લીલાધરના બંગલે પહોંચ્ચો હતો. લીલાધરના વફાદાર એવા નોકરે જાણી જોઈને જ બંગલાનો મુખ્ય દરવાજો અનલોક રાખ્યો હતો. ટપ ટપ ટપ જુત્તાઓનો ધ્વનિ એને નજીક આવતો સાંભળ્યો. એટલે રામુ ભીતરના એક રૂમમાં પરદાની ઓથ લઈ છૂપાયો..બંગલામાં ઉપર નીચે દસેક રૂમ હતા. એ સિવાય નીચે પાંચમા બેડરૂમમના ભોયરામાં એક રૂમ હતો.. જે ખુફિયા રૂમ ગણાતો. મજાની વાત એ હતી કે એ આવા ભૂગર્ભના રૂમમાં મોબાઈલનુ કવરેજ બિલકુલ નહોતુ.. એટલે રામા એ જાણી જોઈ ને છેલ્લો કમરો પોલિસની મહેમાનનવાઝી માટે પસંદ કર્યો. પતરાના ટીનને એકબીજા ઉપર ગોઠવી રામુએ સૌથી નીચેના ટીનને પાતળા