સાહસ - 6

(25)
  • 3k
  • 1
  • 1.6k

પૂછપરછ પૂરી થઈ ગઈ હતી અને વૃંદા તેનો ફોન પાછો લઈ આવી હતી. હવે તે આ ચારેયને લઈને કોલેજની બહાર એક નિર્જન જગ્યા પર આવી હતી. એક લીમડા નીચે બેસી શકાય તેવા અલગ અલગ પથ્થરો પર પાંચેય જણાં ગોઠવાયા. જાણે પંખીઓ પણ તેમની વાત સાંભળવા માટે ચીં-ચીં બંધ કરીને શાંતિથી ડાળીઓની વચ્ચે લપાઈ ગયાં હતાં. સેજલે વૃંદાને પૂછ્યું- “તું આ કોલેજમાં ભણે છે?” “નથી ભણતી.” “એટલે...” કૌશલે ચોખવટ કરવા પૂછ્યું- “ભણતી જ નથી?” “ભણું છું.” વૃંદાએ કહ્યું- “મારી રીતે.” “કોઈ કોલેજ કે સ્કૂલમાં વધુ વ્યવસ્થિત રીતે ભણી શકાય.” કૌશલે કહ્યું.