પલ પલ દિલ કે પાસ - જોની લીવર - 23

(11)
  • 6.6k
  • 1.6k

જોની લીવર સીને જગત માં એક યુગ એવો હતો કે હીરોની સાથે કોમેડિયનની હાજરી આવશ્યક રહેતી. ચાહે તે મહેમૂદ હોય,જોની વોકર હોય કે રાજેન્દ્રનાથ હોય. અમિતાભનો જમાનો આવ્યો એટલે કોમેડિયનના ભાવ ગગડી ગયા હતા કારણકે અમિતાભ રાજ કપૂરની જેમ પોતે જ કોમેડી કરી લેતા. જોકે અપવાદ તરીકે સીનેજગતમાં એક હાસ્ય કલાકાર એવો ઉભરી આવ્યો કે મોટા ભાગની ફિલ્મોમાં તેની હાજરી હોય જ. તેણે કરેલી ફિલ્મોનો સરવાળો ૩૫૦ કરતાં પણ વધારે છે. દુનિયા તેને જોની લીવરના નામથી ઓળખે છે. ૧૪ ઓગસ્ટે જોની લીવરનો બર્થ ડે છે. જોની લીવરનું મૂળ નામ જોન જનુમાલા. પિતાનું નામ પ્રકાશ રાવ અને માતાનું નામ કરુણમ્મા જનુમાલા.