કોરિયામાં બૌદ્ધત્વ : અયોધ્યા, શ્રી રામ અને રાજકુમારી હ્વાંગ ઓકે! - 1

  • 4.6k
  • 1.4k

કોરિયામાં બૌદ્ધત્વ : અયોધ્યા, શ્રી રામ અને રાજકુમારી હ્વાંગ ઓકે! (ભાગ-૧) ભારતીયોને બાદ કરતાં અયોધ્યા અને શ્રીરામમાં શ્રદ્ધા ધરાવનારો સૌથી મોટો વર્ગ છે : કોરિયન લોકો! તેઓ પોતાને અયોધ્યામાં જન્મેલ રાજકુમારી ‘હીઓ હવાંગ ઓકે’નાં વંશજો માને છે. માનવામાં આવે છે કે અયોધ્યાની એ રાજકુમારી પૌરાણિક કાળનાં દૈવી પુરૂષ ‘કિમ સુરો’ને પરણવા માટે ખાસ કોરિયા આવી હતી. ‘સેમ કુક યુસ’ (અર્થ : ત્રણ રાજ્યોનો ઇતિહાસ) પ્રમાણે, કોરિયન પ્રજાતિનાં પુરાણકાળ વિશે અગિયારમી સદીમાં વિગતવાર લખવામાં આવ્યું. પૌરાણિક કથાઓ અનુસાર, કોરિયા (હાલનું પેનિનસુલા, દક્ષિણ કોરિયા)માં નવ વૃદ્ધો એક રાજ્ય પર રાજ કરતાં હતાં. પરંતુ એમાંનો એકપણ વ્યક્તિ રાજા નહીં! એમણે પોતાનાં ઇશ્વરને પ્રાર્થના