વૈશ્યાલય - 6

(68)
  • 9.2k
  • 3
  • 4.9k

"લગભગ હું 12 વર્ષની હતી, મારી માં સાથે હું બીજાના ઘરના કામ કરવા જતી હતી. એક નાનું ઘર હતું શહેરની બહાર એક જગ્યા છે જ્યાં અમારા જેવા અનેક ગરીબ અને દરિદ્ર લોકો પોતાના ઝુંપડા જેવા કાચા મકાનોમાં રહેતા હતા. પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી હોતા, માન્ડ જમવાનું મહેનત કરીને પૂરું કરતા હતા. શહેરની અંદર ઊંચી ઇમારતોમાં રાતે ઝગમગતી લાઈટો જોઈ મનમાં વિચારો આવતા, અમારે પણ આવું ઊંચું ઘર હોઈ તો..? હું મમ્મી જોડે બીજાના ઘર કામ કરવાની જગ્યા એ અત્યારે કોઈ સારી નિશાળમાં ભણી રહી હોત, મારી જરૂરિયાત પૂરી થતી હોત, મને પણ ફેશનેબલ કપડાં પહેરવા મળેત.