પ્રિત એક પડછાયાની - ૫

(82)
  • 6.7k
  • 3
  • 3.1k

રાત જાણે આજે બહુ લાંબી હોય એવું બધાને લાગી રહ્યું છે...રાતની એ ઘટનાં પછી કોઈને ઉંઘ નથી આવી. બધાં જ વિચારી રહ્યાં છે કે લીપી તો હજું પણ એકદમ બેભાન અવસ્થામાં જ છે. આપણે બધાં જ આજુબાજુ હતાં તો એ ત્યાં બહાર પહોંચી કેવી રીતે..અને આટલી મોટી હોસ્પિટલમાં કોઈને પણ આ વસ્તુની ખબર ના પડી એ કેવી રીતે શક્ય છે ?? પ્રિતીબેન ચિંતાથી બોલ્યા, મારૂં મન તો કહે છે કોઈ પણ રીતે વહેલી તકે એને આપણે ઘરે લઈ જવી જોઈએ... નહીં તો ખબર નહીં શું થશે મારી દીકરીનું..કોણ જાણે કોની ખરાબ નજર લાગી ગઈ મારી દીકરીને... દીપાબેન : ચિંતા ના