જાદુઈ છોકરો

(32)
  • 2.9k
  • 810

હા એના માં કંઈક તો જાદુ હતો... ખબર નહિ કેમ પણ એ મારા દરેક સવાલનો જવાબ હતો, મારી દરેક મુશ્કેલીઓનો ઉકેલ હતો,કંઈક તો હતુ એનામાં .. એનું નામ શ્રી હતું. ખરેખર તો એનું નામ એના બેકગ્રાઉન્ડ પ્રમાણે મોટું હતું પરંતુ અમે એને પ્રેમથી શ્રી કહેતા હતા .અમારી મુલાકાત એક ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન થયેલી જોકે ત્યારે ફક્ત નામની જ ખબર હતી પરંતુ પછી facebook દ્વારા ફ્રેન્ડશીપ થઈ પછી નંબર એક્સચેન્જ થયા અને પછી શરૂ થઈ લાંબી વાતો .એમ તો હું ગુજરાતી અને એમાં પણ કાઠીયાવાડી એટલે મારી ભાષા તો એકદમ સાદી ગુજરાતી પણ ના હતી અને એ રહ્યો સાઉથ ઇન્ડિયન