પ્રેમના પગથિયા... આરોહી ઘડીયે પડીએ ઘડિયાળમાં ટાઈમ જોયા કરતી હતી. ઘડિયાળના કાંટા પણ જાણે આજે ધીમા ચાલી રહ્યા હોય એવું એને લાગતું હતું. બે વાર તો બાજુમાં બેઠેલી પાયલને પણ ટાઈમ પૂછી જોયો પણ કેમેય કરીને છ વાગતા જ નહતા.! આરોહીને વ્યાકુળ જોઈને પાયલે પૂછ્યું પણ ખરું કે શું વાત છે, આજે ક્યાંય જવાનું છે.? સાચી વાત છુપાવતા આરોહી બોલી કે એની મમ્મીની ડોક્ટર જોડે એપોઈન્ટમેન્ટ છે. આરોહી... આરોહી પંચાલ એટલે અમદાવાદ સ્થિત એક સાધારણ કુટુંબની એકવીસ વર્ષની કોડીલી કન્યા. નમણો ચહેરો, મીઠો અવાજ, ગોરો વાન, થોડું ભરાવદાર શરીર, પાંચ ભાઈ બહેનોમાં સૌથી નાની ને લાડકી. આરોહી અઢાર વર્ષની થઈ