ઓપરેશન દિલ્હી - ૭

(39)
  • 2.8k
  • 5
  • 1.7k

બીજા દિવસે સવારે બધા મિત્રો ઊઠીને નિત્યકર્મ પતાવી અને પોતાના રૂમ માં થી બહાર નીકળ્યા, પણ રાજ અને અંકિત હજુ સુધી રૂમમાંથી બહાર આવ્યા ન હતા. એટલે પાર્થને એવું લાગ્યું કે મોડે સુધી જાગ્યા હોવાથી બંને હજુ સુધી સૂતા હશે. પાર્થે તેઓના દરવાજા પર ઘણા બધા ટકોરા માર્યા. તેમજ બેલ પણ વગાડ્યો પરંતુ તેનો કોઈ પણ પ્રત્યુત્તર ન આવ્યો. “ આ બંને હજુ પણ ઉઠ્યા નથી.” દિયા.“ પાર્થે રાજ ના મોબાઈલ પર ફોન કરી જો.” રીતુ પાર્થે રાજ ના ફોન પર ફોન લગાવ્યો. પણ એ સ્વીચ ઓફ આવતો હતો. પછી તેને અંકિતના ફોન પર પણ પ્રયત્ન કર્યો. એ પણ સ્વીચ ઓફ આવતો