વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 146 અમેરિકા પર અલ કાયદાના આંતકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં ધામા નાખીને અફઘાનિસ્તાન પર હુમલાની તૈયારી કરી એટલે દાઉદ પર વધુ નિયંત્રણ લદાઈ ગયાં. એ સાથે જ આઈએસઆઈએ દાઉદને આર્થિક રીતે વધુ નીચોવવા માંડ્યો. દાઉદ અને આઈએસઆઈ એકબીજા માટે સાપના ભારા સમા બની ગયા હતા. પણ બંનેએ એકબીજા સાથે બાંધછોડ કર્યા વિના છૂટકો નહોતો. અને આ બાંધછોડમાં ય સ્વભાવિક રીતે આઈએસઆઈનો હાથ ઉપર હતો. અમેરિકા પર આંતકવાદી હુમલા પછી એવી વાત જાહેર થઈ કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે તો પાકિસ્તાન સરકાર કફોડી હાલતમાં મૂકાઈ જાય. અને બીજી બાજુ વર્ષોથી ભારતનો એવો દાવો સાચો