શિયાળનું બહુવચન શિયાળો નહિ થાય..! લોકોને શિયાળો જ કેમ માફક આવતો હશે, એ જ સમજાતું નથી. નહિ ઢંગના કપડાં પહેરાય, નહિ સાલી વાઈફ સાથે સીધી સેલ્ફી લેવાય કે કુલ્ફી ખવાય. ને ઘૂંટણીયા તી એવા થઇ ગયા હોય કે, જાણે ખંભાતી તાળા માર્યા હોય..! નહિ હાલે, નહિ વળે, ને નહિ થેલીમાં ભરીને લઇ જવાય..! સીધાં રહે ખરા પણ સીધા ચાલે નહિ. જેવી પ્રભુની માયા..! છતાં અમુકને તો એવી ઠંડબુદ્ધિ સુઝે