અંગારપથ - ૩૬

(256)
  • 8.6k
  • 8
  • 5.5k

અંગારપથ. પ્રકરણ-૩૬. પ્રવીણ પીઠડીયા. પેટ્રીક ફૂલ સ્પિડમાં જીપ ચલાવી રહ્યો હતો. બાજુમાં બેસેલી ચારું ગભરાતી હતી કે ભીડભાડ વાળા રસ્તે પેટ્રીક ક્યાંક કોઇની સાથે જીપ ઠોકી ન દે. તે અને પેટ્રીક સર, માત્ર બે જણાં જ રંગા ભાઉને મળવા નીકળ્યાં હતા એ થોડું વિચિત્ર હતું છતાં તે કંઇ બોલી નહોતી. આમપણ અત્યારે તેના જીવનમાં ઘણુંબધું વિચિત્ર બની રહ્યું હતું. ચારેકોરથી મુસીબતો જાણે તેને જ શોધતી આવતી હોય એમ અચાનક તેનાં માથે ટપકી પડતી હતી એટલે તે ધરબાઇ ગઇ હતી. એવા સમયે તેણે જે થાય એ જોયે રાખવાનું મન બનાવી લીધું હતું. બાગા બીચનાં પાર્કિગ લોટની પાછળ આવેલી બસ્તીમાં પેટ્રીકે