નામ વિનાના સબંધો

(28)
  • 1.3k
  • 445

* નામ વિનાના સંબંધો *કૌશિક અને રેણુકાની સૌ પ્રથમ મુલાકાત તેમની ઓફિસમાં થઇ હતી. બંને સોફટવેર એન્જીનીયર હતા. રેણુકા તે દિવસે જ નોકરીમાં દાખલ થઇ હતી. કંપનીને મોબાઈલ એપ્લીકેશનો બનાવવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેના માટે નવા સોફટવેર એન્જીનીયરોની ભરતી કરવામાં આવી હતી. હજુ રેણુકાને કોઈ પ્રોજેક્ટ એલોટ થયો ન હતો એટલે તે ફ્રી હતી. કૌશિક એક એપ્લીકેશન ચેક કરી રહ્યો હતો તેમાં એરર આવતી હતી. તેણે ઘણો પ્રયત્ન કર્યો પણ ભૂલ મળતી ન હતી. રેણુકા બાજુમાં બેઠી બેઠી કૌશિકના પ્રોગ્રામને જોઈ રહી હતી. કૌશિક કંટાળીને રીલેક્સ થવા ઉભો થયો એટલે રેણુકાએ કહ્યું “ કૌશિક, પ્રોગ્રામમાં ક્યાં ભૂલ છે તે