ચારેય તરફ અંધકાર હતો. હેરી હાથમાં ટોર્ચ લઈ અને જંગલ તરફ, આગળ વધી રહ્યા હતા. દૂર દૂર સુંધી કંઈજ નજરે નહોતું ચઢી રહ્યું. ટોર્ચ નો પ્રકાશ છેક, પાંચસો મીટર દૂર એક ઝૂંપડા પર પડતું હતું. હેરી જેમ-જેમ આગળ વધી રહ્યા હતા, તેમ-તેમ જંગલી જાનવરો ના આવજો વધી રહ્યા હતા. હેરી એ ટી હાઉસ તરફ વધી રહ્યા હતા. અચાનક પાછળ થી કોઈએ, પકડી લીધું હોય! તેવું હેરી ને લાગ્યું. અને તેમનું આવું વિચારવું યોગ્ય હતું. કારણ કે, લખા ની આત્માએ તેમને જકડી નાખ્યો હતો. પરંતુ, આ હેરી ની એક ચાલ હતી. એ દોરડો! જે, તેમનું રક્ષા કવચ હતું. એ તેમણે જાણી