અર્ધ અસત્ય. પ્રકરણ-૬૧ પ્રવીણ પીઠડીયા રમણ જોષીનું હદય ભયંકર ઉચાટથી સતત ફફડતું રહ્યું હતું. આખી રાત વિતી ગઇ અને પરોઢનું આગમન થયું છતાં પુલ ઉપરથી વહેતું પાણી ઓસરવાનું નામ લેતું નહોતું. તે અને તેની સાથે ઉભેલો રાજસંગ સંપૂર્ણ રાત્રી ફોન ઘૂમડતાં રહ્યાં હતા છતાં કોઇનો પણ ફોન લાગતો નહોતો. એટલી કમબખ્તી ઓછી હોય એમ ફરીથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ધાડેધાડા ઉમડવા લાગ્યાં હતા અને ફરીથી જોરદાર વરસાદ વરસવો શરૂ થયો હતો. જોષી લાચાર નજરે બધું જોઇ રહ્યો હતો. કુદરત આગળ માણસ કેટલો બેબસ છે, કેટલો વામણો છે, એનો અહેસાસ આજે તેને થતો હતો. ખાલી એક વરસાદી નાળું વટવાનું હતું છતાં