છેલ્લા પડાવનું મિલન

(12)
  • 1.7k
  • 368

આછાં આછાં તેજેથી ટમટમતાં તારલાં તિમિરના આછાં અંધારા સાથે એકદમ આછાં તેજ કરી રહ્યાં હતાં. સુકાં ઝાડવાંની ડાળી પર ગણ્યાંગાંઠ્યા સુકાં પાંનડાં વાયરા ની વાછોટે બિહામણી બૂમો પાડી પાડી પાનખર પર રીસે બળતાં હતાં . સડક પર પડતાં પાંન સુતેલી સડકને ખલેલ આપી રહ્યાં હતાં. પણ, આમ તો સડક ને હવે જાગવાનો તો સમય થઇ જ ગયો હતો. ઓઝબ થતું અંધારું સડક ને જગાડીને ધીરે ધીરે ઓઝબની અણી પર જઈ રહ્યું હતું. સવાર ની સવારી કરીને પેલો સુરજડો પેલી ઊંચી પહાડની ટેકરીઓમાં ડોકિયું કાઢી રહ્યો હતો. કાબર ચકલીના કલબલાટથી સડક આળસ મરડીને આખરે જાગી જ ગઈ. મધુરા ગીતો ગાતા આ