અર્ધ અસત્ય. - 60

(290)
  • 8.3k
  • 14
  • 5.7k

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૦ પ્રવીણ પીઠડીયા ૧૯૯૨નું એ વર્ષ રાજગઢ ઉપર ભારે ગુજર્યું હતું. દિલિપસિંહ અને મયુરસિંહના અચાનક અવસાન થયાં હતા. એ શોકની હજું કળ વળી નહોતી ત્યાં પૃથ્વીસિંહ એકાએક ક્યાંક ચાલ્યાં ગયા હતા. તેઓ પોતાની જાતે ક્યાંક ગયા હતા કે તેમને ગુમ કરી દેવામાં આવ્યાં હતા એ કોઇ ક્યારેય જાણી શકયું નહોતું. એ રહસ્ય આજ દિન સુધી રહસ્ય જ રહ્યું હતું. વૈદેહીસિંહે પોતાની વાત સમાપ્ત કરી હતી અને દિવાનખંડમાં સન્નાટો પથરાઇ ગયો હતો. છત ઉપર લટકતાં કળાત્મક ઝૂમરમાંથી ચળાઇને આવતો રોશનીનો મંદ પ્રકાશ વૈદેહીસિંહના રૂપાળા ચહેરા ઉપર છવાયેલા થાક અને પશ્ચાતાપનાં ભાવોને સ્પષ્ટ ઉજાગર કરતો હતો. પશ્વાતાપ એ વાતનો હતો