મારી સાથે જીવવું ગમશે?

(28)
  • 2.8k
  • 717

સૌમ્યાને આજ પહેલા આવી અકળામણ કયારેય અનુભવી નહોતી. આજે સૌમ્યએ પહેલીવાર નમન ને મેસજમાં સીધેસીધું જ એની નમન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે નમન એ એટલું જ કીધું કે એ સૌમ્યા ને માત્ર ફ્રેન્ડ જ માને છે અને એમ પણ સૌમ્યના ભાભીના ભાઈ તરીકે પણ એના અને સૌમ્યાના સબંધને વિચારી નથી શકતો. એ સબંધને વધારે જટિલ બનાવવા નથી માંગતો. સૌમ્યા થોડીવાર તો શમશમી ગઈ. એને હંમેશા એવુ લાગ્યુ હતું કે, જે રીતે એ નમન ને પસંદ કરે છે એ રીતે નમન પણ એને પસંદ કરે છે. ખાલી એ સબંધો ની આંટીઘૂંટી માં ફસાયો છે એટલે જ એણે પહેલ કરી