મારી ચૂંટેલી લઘુકથાઓ - 34

  • 1.8k
  • 1
  • 768

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા જનપથના ચાર રસ્તા શાહી સવારી રાજપથ પર આગળ વધી રહી છે. વિન્ટેજ વિક્ટોરિયા બગીમાં અરબી ઘોડાને બદલે ગુલામોને જોડવામાં આવ્યા છે. ભીસ્તીઓ પોતાની મશકમાંથી આગળ આગળ છંટકાવ કરતા જઈ રહ્યા છે. સુંદર યુવતિઓ પુષ્પવર્ષા કરી રહી છે. બંને તરફ પ્રજા હાથ જોડીને અભિવાદન કરી રહી છે. તેમની આંખો નીચે ઝુકેલી છે. કોઈને પણ આંખ ઉંચી કરવાની અનુમતી નથી. રાજ સેવક હન્ટર લઈને ઉભા છે. પ્રચંડ સૂરજ હવે માથા પર આવીને ચમકી રહ્યો છે. શાહી સવારી એક તોરણદ્વાર પાસે આવીને પહોંચી રહી છે. ગુલામોના પગ થાકી રહ્યા છે. તેમની ચાલ સુસ્ત પડી રહી