અર્ધ અસત્ય. - 59

(247)
  • 7.4k
  • 12
  • 5.7k

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૯ પ્રવીણ પીઠડીયા “એ પછીની ઘટનાઓ બહું ઝડપે ઘટી હતી. એ બધી વાતો વિસ્તારથી કહીશ તો સવાર પડી જશે એટલે તને સંક્ષિપ્તમાં કહી દઉં. મૂખિયો પાછો ફરતા કબિલામાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો. પોતે ક્યાં હતો એ વાત તેણે અધ્યાહાર જ રાખીને રાજગઢનાં દરબારમાં ગાયબ થયેલી યુવતીઓ વિશે ફરીયાદ લઇને જવાનું ફરમાન તેણે કર્યું હતું. એવું કરવાનું કારણ એ હતું કે તે વિષ્ણુંસિંહથી સખત ડરેલો હતો. વળી હવે તેને અભય વચન મળ્યું હતું એટલે તે એ મોકો ગુમાવવા માંગતો નહોતો. તેણે રાજગઢનાં રાજકુંવરોની પાશવી લીલા જોઇ હતી. તે નહોતો ઈચ્છતો કે એ ખેલ ફરીથી શરૂ થાય અને બીજી કન્યાઓ