અભિજાત

  • 3.2k
  • 1k

1 ચાલ્યા જજો ડહાપણો ભૂલી તમે ચાલ્યા જજો, કારણો ભૂલી તમે ચાલ્યા જજો. જાત ઓળખવાથી શું વળશે હવે, દર્પણો ભૂલી તમે ચાલ્યા જજો. આ જગતમાં કોણ કોનું છે કહો, સગપણો ભૂલી તમે ચાલ્યા જજો. એકની પાછળ અનેકો આવશે, વળગણો ભૂલી તમે ચાલ્યા જજો. દર્દ-દુખથી છૂટવું મુશ્કેલ છે, મારણો ભૂલી તમે ચાલ્યા જજો. એ જ મોટી વાત કે જીવી ગયા, પ્રવીણ તારણો ભૂલી તમે ચાલ્યા જજો. 0 2 ચાલ્યા કરે કેમ એવું કઇં મને લાગ્યા કરે, દૂરથી પણ કોઈ બોલાવ્યા કરે ! ક્યાંક હું ખોવાઈ જાઉં રસ્તામાં, એ મને મંજિલ તરફ વાળ્યા કરે. જિંદગીમાં રોજ આવે ઉત્સવો,