મારી ચૂંટેલી લઘુકથાઓ - 32

  • 2.4k
  • 772

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા સાઈઠ કે સિત્તેર વર્ષે... “લીલાવતી, હવે આપણે વૃદ્ધ થઇ ગયા છીએ.” લોનમાં ‘ઇઝી ચેર’ પર બેસીને સવારની ચાના ઘૂંટડા પીતા પીતા રામનારાયણે કહ્યું તો તેમની પત્ની ચોંકી ઉઠી. “તમે આમ કેમ વિચારો છો? હજી તો તમે સાઈઠના જ થયા છો.” “લીલાવતી, માણસ સાઈઠ કે સિત્તેર વર્ષે વૃદ્ધ નથી થતો.” “તો...” લીલાવતી આશ્ચર્યચકિત હતી એ વિચારીને કે આજે આમને શું થઇ ગયું છે. “તું ચા બનાવી રહી હતી ત્યારે સોમેશનો ફોન આવ્યો હતો.” “એ ઠીક તો છે ને?” એને ચિંતા થઇ. “એ ઠીક છે લીલાવતી, એ બિલકુલ ઠીક છે.” “અહીં આવવા માટે એણે