અર્ધ અસત્ય. - 57

(247)
  • 7.7k
  • 14
  • 5.4k

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૭ પ્રવીણ પીઠડીયા “એ હું હતી અભય. બાપુની હવેલીના ઝરુખે હું ઉભી હતી અને મેં વિષ્ણુંભાઈને ઘોડારમાં કોઇકને ઉંચકીને જતાં જોયો. મને તાજ્જૂબી થઇ કે એ કોને લઇ આવ્યો છે અને ઘોડારમાં તેને શું કામ હશે? મારી જીજ્ઞાસા ઉછાળાં મારવા લાગી હતી એટલે હું તરત તેની પાછળ ગઇ. ઘોડાર તરફ મોટેભાગે કોઇ આવતું નહી એટલે એ જગ્યાં સાવ સૂમસાન જ પડી રહેતી. ભાઈ અંદર ગયો હતો અને તેણે ઘોડારનું તોતિંગ બારણું બંધ કર્યું હતું. હું ઘોડારની જમણી બાજું એક બારી હતી ત્યાં જઇને ઉભી રહી અને ધીમેથી બારી ખોલીને તેની તડમાંથી અંદર ઝાંકયું. એ સાથે જ હું થડકી