નફરત કરવી કે પ્રેમ ?

  • 3.5k
  • 1
  • 566

મન ની વાત નફરત કરો પણ પ્રેમ ને ભૂલશો નહિ .ચારેબાજુ લોકો નફરત ફેલાવી રહ્યા છે,જેની લોકો ને ખબર જ નથી કે પરિણામ શુ આવે છે.કોઈ પણ વ્યક્તિ વિશે,કોઈ દેશ વિશે,કોઈ જાતિ કે ધર્મ વિશે,કોઈને સ્ત્રી તો કોઈને પુરુષ વિશે,કોઈને સરકાર તો કોઈને સંવિધાન વિશે,એટ એટલી હદ સુધી નફરત ઘર કરી જાય છે કે ઘર માં સગો બાપ જો પોતાની વાત સાથે સંમત ના થાય તો એ પણ દુશ્મન લાગવા લાગે છે.સ્ત્રી કે પુરુષ વિશે નફરત ની વાતો વાંચ્યા અને સાંભળ્યા પછી સામે બેઠેલા મા બાપ અને ભાઈ બહેન માં પણ તમને ખરાબ વર્તણુક વાળા સ્ત્રી અને પુરુષ જ દેખાય છે