ચંદ્રયાન - ૨

  • 3.1k
  • 899

ચંદ્રના સૌથી મુશ્કેલ દક્ષિણી ધ્રુવ પર ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની 69 સેકન્ડ દૂર હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારે ચંદ્રયાન નક્કી સમય મુજબ 1 મિનિટ 9 સેકન્ડ પછી ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું. રાત્રે લગભગ અઢી વાગ્યે ઈસરોના વડા કે. સિવને કહ્યું કે યાનનો સંપર્ક તૂટી ગયો છે. આગળની જાણકારી આંકડાના વિશ્લેષણ પછી આપી શકાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. જો મિશન સફળ રહ્યું હોત તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બન્યો હોત. આ અગાઉ ચીન, અમેરિકા અને રશિયા ચંદ્ર પર ઉતરી ચૂક્યા છે પણ