કાંઈક લખવાનું મન થયું...1 મારું ઘર કયું ?

  • 3.4k
  • 1
  • 962

એક વિચારધારાએ સોશિયલ મીડિયા પર ઘણો વેગ પકડયો અને એક સેલાબ જેમ પ્રસરતી રહી. ઘણી સ્ત્રીઓની વિવેકબુદ્ધિ આના પ્રવાહમાં વહેતી ધોવાતી ગઈ. હા, સ્ત્રીઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઘણો ગંભીર છે અને એના વિરુદ્ધ કડક પગલાં એ આજની તાતી જરૂરિયાત છે. પણ આ સહાનુભૂતિ આકર્ષતો વ્યવહાર અને એ પણ કહેવાતા આધુનિક વિચારસરણી ધરાવતી સ્ત્રીઓ તરફથી ? સોશિયલ મીડિયા પર આવી સ્ત્રીઓની સક્રિયતા એમની સ્વતંત્રતાનો પૂરતો પુરાવો આગળ ધરે છે. "સ્ત્રીનું ઘર કયું?". "મારું કહેવાય એવું એકેય ઘર નથી." આ પ્રકારના પ્રશ્નો થકી કોઈ પણ સહાનુભૂતિ મેળવવાની સ્ત્રીને લેશમાત્ર જરૂરિયાત ખરી? આવા પ્રશ્નો, ફરિયાદ કહો કે અધૂરી ઈચ્છા ઘણી સ્ત્રીઓને કોરી