અંગત ડાયરી - વરસાદ

  • 5.2k
  • 1.6k

અંગત ડાયરી-------------------શીર્ષક:- વરસાદલેખક:- કમલેશ જોષીઓલ ઈઝ વેલએક ચોમાસુ જ એવી મોસમ છે જેમાં પ્રકૃતિ લાઈવ હોય છે. ઉનાળામાં ગરમી વધે એ તમે અનુભવી શકો, જોઈ ન શકો. શિયાળામાં ઠંડી પડે એ પણ અનુભવી શકો, જોઈ ન શકો જ્યારે ચોમાસામાં વરસતો વરસાદ જોઈ પણ શકાય છે.વરસાદ અને આપણી વચ્ચે હવે બહુ છેટું નથી. અત્યારે તો એવી ઈચ્છા થાય છે કે જો સરખો વરસાદ આવે તો મન ભરીને ભીંજાવું છે, ધરાઈને નહાવું છે જેમ ....જેમ બાળપણમાં ખુલ્લા પગે ફળિયામાં, શેરીમાં "આવ રે વરસાદ... ઢેબરીયો પ્રસાદ... ઊની ઊની રોટલી ને કારેલાનું શાક...." ગાતાં ખાબોચિયામાં ધૂબાકા મારતા. સામેના ઘરની અગાસીના પાઈપમાંથી શેરીમાં પડતા દંદૂડા