સુખનો પાસવર્ડ - 4

(78)
  • 6.8k
  • 8
  • 3.3k

આંધ્ર પ્રદેશનો એક ગરીબ કાર વોશર કરોડપતિ એન્ત્રપ્રેન્યર બન્યો!મહત્ત્વાકાંક્ષા અને મહેનત થકી માણસ અણધારી સફળતા મેળવી શકે આશુ પટેલસુખનો પાસવર્ડ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના સંકારાયાલાપેટા ગામનું એક અત્યંત ગરીબ કુટુંબ એની માલિકીના કેટલાંક ઢોરનું દૂધ વેચીને ગુજરાન ચલાવતું હતું. એ કુટુંબમાં જન્મેલા બટ્ટાલા મુનુસ્વામી બાલકૃષ્ણને માતાપિતાએ ભણાવ્યો. મોટા થઈને બાલકૃષ્ણએ તેના ગામની નજીકના શહેર પેલામનેરુની ગવર્નમેન્ટ કૉલેજમાંથી ઓટોમોબાઈલ એન્જિનિયરીંગનો વોકેશનલ કોર્સ કર્યો. એ પછી 1999માં બાલકૃષ્ણએ બેંગલોર જઈને નોકરી શોધવા માંડી. જો કે ઘણી રઝળપાટ પછી પણ બાલકૃષ્ણને નોકરી ન મળી. છેવટે તેણે બેંગલોરમાં મારુતિના ઓથોરાઈઝ્ડ શોરૂમ મારગાદાર્સી મોટર્સમાં કાર વોશર તરીકે નોકરી લઈ લીધી. કાર ધોવા માટે તેને બહુ