વન્સ અપોન અ ટાઈમ - 141

(64)
  • 5.8k
  • 7
  • 3.1k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 141 મુંબૈયા અંડરવર્લ્ડ વિશે ધડાધડ માહિતી આપી રહેલા પપ્પુ ટકલાએ બ્લેક લેબલનો વધુ એક પેગ બનાવવા માટે અને નવી સિગરેટ સળગાવવા માટે એક નાનકડો બ્રેક લીધો અને પછી અમને પૂછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પછી તેની આદત પ્રમાણે એના સવાલનો જવાબ સાંભળ્યા વિના જ તે હસ્યો અને તેણે ફરી વાત શરૂ કરી દીધી. જો કે આ વખતે તેણે વાતનું અનુસંધાન પકડવાને બદલે હસતા-હસતા સહેજ જુદી વાત કરી: ‘મેં તમને કહ્યું હતું એ વાતનું પુનરાવર્તન કરું છું કે ‘અરેબિયન નાઈટ્સ’માં તો માંડ હજાર વાર્તાઓ છે, મુમ્બૈયા અંડરવર્લ્ડમાં તો તમને વાર્તાઓને ટક્કર મારે એવી