રેઇડ

(51)
  • 4.8k
  • 2
  • 1.6k

વાર્તા-રેઇડ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775 પોલીસ સ્ટેશન માં સાંજે એક નનામો ફોન આવ્યો.ઇન્સ્પેકટરે જ ફોન રિસીવ કર્યો.સામે છેડે થી માહિતી મળી કે આજે રાત્રે બાર વાગ્યે રેલ્વે સ્ટેશન પાસેની ઝુંપડપટ્ટી આગળ આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉન ની પાછળ દારૂ ની ટ્રક ખાલી થવાની છે.બાતમીદારે નામ આપવાની ના પાડી. ઇન્સ્પેકટરને નામ જાણવાની બહુ જરૂર લાગી નહીં.રાત્રે સ્થળ ઉપર ત્રાટકવા ટીમ તૈયાર થઇ ગઇ.બરાબર બાર ના ટકોરે એક ટ્રક આવીને ઊભી રહી.પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ અને તેમની બાહોશ ટીમે ટ્રક કબજે કરી.ડ્રાઇવર ને પૂછ્યું કે ‘કોણ છે દારૂ નો માલિક?’ડ્રાઇવર રડવા જેવો થઇ ગયો અને કહેવા લાગ્યો ‘સાહેબ ગરીબ માણસ છું મારું નામ