અંગારપથ - ૩૪

(264)
  • 10.9k
  • 16
  • 5.9k

અંગારપથ. પ્રકરણ-૩૪. પ્રવીણ પીઠડીયા. ચારું સિવિલ યુનીફોર્મમાં પોલીસ સ્ટેશને આવી પહોંચી. ગઇ સવારે પોલીસ ક્વાટરમાં તેના ઘર ઉપર હુમલો થયો હતો એમાં તે બાલબાલ બચી હતી. જો અભિમન્યુ ખરા સમયે ત્યાં આવ્યો ન હોત તો તેનું શું થયું હોત એ કલ્પના કરતાં પણ તેને ડર લાગતો હતો. અભિમન્યુ સાવ અચાનક જ તેના જીવનમાં પ્રવેશ્યો હતો અને કોઇ વાવાઝોડાની જેમ છવાઇ ગયો હતો. એ ખરેખર મર્દ માણસ હતો. ગોલ્ડનબારમાં તેમની આપસમાં પહેલીવાર મુલાકાત થઇ હતી અને પછી જે થયું એ કોઇ સપનાથી કમ નહોતું. પોલીસ અકાદમીની ટ્રેનિંગ પછી ગોવામાં તેની પહેલી ડ્યૂટી લાગી હતી અને પહેલા પોસ્ટિંગનાં થોડા દિવસોની અંદર