પાંજરાનું પક્ષી

(19)
  • 1.7k
  • 1
  • 560

' પાંજરાનું પક્ષી 'મામાનું ઘર એટલે માં જેટલી જ નિરંતર લાગણીની હૂંફ આપતું ઘરશિલ્પા માટે પણ એમજ હતું . અઢી-ત્રણ વર્ષની હતી ત્યારેજ માતાપિતાનું કાર એકસિડેન્ટમાં મૃત્યુ થયું હતું . એ પછી શિલ્પા માટે કોઈ આશરો નહોતો શિલ્પાના મામા-મામીને સંતાનની ખોટ હતી . એટલે ઈશ્વરની દેન સમજી એ લોકોએ શિલ્પાને પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી . બાળપણ તો ખૂબ સરસ રીતે વીતી ગયુ .મામા મામીએ તો એને દીકરીની જેમ ખૂબ લાડપ્રેમથી સાચવી . બસ એક ઉંમર જે ભલભલાને હરાવી દે છે . એ છે જવાની એકવીસ વર્ષની ઉંમર થતા જ શિલ્પાની પાંખો ફડફડવા લાગી . એને મામીની રોકટોક ગમતી નહોતી એક એક ડગલે એમના તરફથી આવતા