અંગત ડાયરી - શબ્દો, સંસ્કૃતિ અને આપણે

  • 4.8k
  • 1
  • 1.7k

અંગત ડાયરી ============શીર્ષક : શબ્દો, સંસ્કૃતિ અને આપણે..લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલકહેવાય છે કે આપણા દેશમાં એક સમય હતો જયારે લોકો શબ્દોની ઉપાસના કરતા, શબ્દની સાર્થકતા માટે પોતાનું આખે-આખુ જીવન ખપાવી દેતા. જેમ કે યુધિષ્ઠિર સત્યના ઉપાસક હતા, રઘુકુલ વચનપાલનનું ઉપાસક હતું. કહે છે કે એક-એક શબ્દ નહિ અક્ષર પણ જોખી-જોખીને બોલાતો.. એકાદ માત્રા જો બચાવી શકાતી તો પુત્ર જન્મ જેટલી ખુશી એ જમાનાના લોકોને થતી.જયારે અત્યારે ૨૦૧૯ની સાલના સમાજમાં માણસ પોતે શું બોલી રહ્યો છે એ પણ એને ખબર નથી હોતી. જેમ કે તમે ‘શું ચાલે છે આજ કાલ..?’ એવો પ્રશ્ન કોઈ સ્નેહીને પૂછ્યો હશે તો જવાબમાં ‘જો