એક મોત

  • 2.4k
  • 651

(1)અંતિમ સફર આયુષ્ય એટલે જન્મથી મૃત્યુ સુધીની એક સફર, જ્યાં અનેક વિસામા આવે, દુઃખના ડુંગર અને સુખના સમંદર, પ્રેમના પુષ્પ અને બેવફાઈના બાવળ, લાગણીઓના લય અને ધિક્કારિતાના ધૂંધળા દ્રશ્ય. આ તમામ પડાવ પાર કરીને પણ આપણે અંતિમ ચરણમાં જવાનું જ છે. મુરઝાયેલ જીવન કે સોળે શણગાર ચડેલ જવાની કે બુંદ બુંદમાં રમતું બાળપણ, આ તમામ અંતે તો આ ખાટલા પર પૂર્ણ થઈ જાય છે. જીવનને જે જીવી જાય છે, એ જ જીવન શ્રેષ્ટ છે. લથડીયા ખાતી જવાનીને શુ કરશો તમે ?