પહેલા તો નવલકથાઓના આપતા લેટ કરવા બદલ માફી ચાહું છું હવે નિયમિત આવશે 25 અને 26 મો ભાગ એક થઈ ગયો હતો એમાં 26 મો ભાગ નવો અપડેટ કરી નાખવામાં આવ્યો છે.. હવે કઠપૂતલીમાં આગળ..@@@@@@@તરુણની હત્યા પછી અભય ખરેખરનો ઘૂઘવાયો હતો... ધૂળિયા રસ્તા પર અભયની ગાડી દોડતી હતી . પડખે સમીર બેઠો હતો. ઇસ્પેક્ટર અભયના ચહેરા પર ઉપસી આવેલા પરેશાની ભર્યા ભાવોને કળી ગયો હોય એમ સમિર બોલ્યો..."તાવડે.. લીલાધરને ઉપાડી લાવવા ગયો એ ગયો.. એનોય કોઇ પત્તો નથી..!"સમીરની વાત કાપતાં અભયે કહ્યું. "મારા ભેજામાં હજુ સુધી ઉતરતું નથી કે તરુણનુ ખૂન જો મીરાંદાસે જ કર્યુ હોય તો જાસૂસરાજા.. મને કહેશો આ ગુંચળુ ઉકેલવાનો