મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા યોદ્ધાઓ પરાજીત નથી થતા એ જાણે છે કે છેવટે તો તેણે પરાજીત થવાનું જ છે, પરંતુ તેમ છતાં તે પૂરી લગન સાથે જીવનભર આ લડાઈ લડતો આવ્યો છે. એ મોટો છે પરંતુ તેને કાયમ નાનો બનાવવામાં આવે છે. તે બાળપણથી જ સાંભળતો આવ્યો છે કે તેનું મગજ લાકડાનું છે અને આથી ભણવું ગણવું તેના વશની વાત નથી. એટલે તેને ખેતીવાડીના પેઢીઓ જુના કાર્યમાં લગાવી દેવામાં આવ્યો અને એણે પણ ચુપચાપ હળ પકડી લીધું. નાનો ભણવામાં હોંશિયાર હતો, બાપુએ કેટલાક ખેતરો વેંચીને તેને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને તે એક એમએનસી કંપનીમાં અધિકારી બનીને