પલ પલ દિલ કે પાસ - ગોવિંદા - 15

(13)
  • 5.3k
  • 1.5k

ગોવિંદા વાત ૧૯૮૭ ની છે. ફાઈવસ્ટાર હોટેલમાં પાર્ટી ચાલી રહી હતી. ઘણી ફિલ્મી હસ્તીઓ હાજર હતી. અચાનક એક યુવાન અભિનેતાની એન્ટ્રી થઇ. બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું. કોઈક બોલ્યું કે આ તો નવો જ અભિનેતા ગોવિંદા છે. એક ડાયરેક્ટરે કોમેન્ટ કરી. ”ઇસે કૌન અભિનેતા કહેગા? યે તો સિર્ફ એક ડાન્સર હૈ ડાન્સર”. જેની હજુ ત્રણ જ ફિલ્મ જ રીલીઝ થઇ હતી તે ગોવિંદાનાં કાને આ કોમેન્ટ પડી. તે ગમ ખાઈ ગયો. ઘરે ગયા બાદ પણ તે આખી રાત ઊંઘી ના શક્યો. બીજે દિવસે ગોવિંદાએ તેના મોટા ભાઈ કીર્તિકુમારને કહ્યું “બડે ભાઈ, મેરે લિયે એક ઐસી ફિલ્મ બનાઓ જિસમેં મુઝે એક્ટિંગ