મને દિલદાર બનવા કરતાં દિલબર બનવું સારું લાગશે, મને આશિક બનવા કરતાં પાગલ બનવું સારું લાગશે, હું પ્રેમી નહીં પણ પ્રેમજોગી બની જવું એ સારું લાગશે, હું "મારો નહીં" પણ "હું તારો" બની જવું એ સારું લાગશે. પંકજ હવે કંઈપણ કાળે તમામ ખુશીઓ આશા ના પગ નીચે લાવી દેવા માંગતો હતો, પણ એવુ પણ હતું કે પંકજ હવે આશાને મેળવી પણ લેવા માંગતો હતો, પંકજ આશા સાથે એનું બાકીનું જીવન જીવી લેવા માંગતો હતો.એવું કહેવાય છે ને કે જયારે નદી નું પાણી રોકવા નદી પર સેતુ બાંધવામાં આવે અને એ સેતુ પરથી પાણી વહેવા લાગે અને એ પાણી કોઈ