પ્રશ્ચાતાપ

(26)
  • 4.7k
  • 1.1k

સને ૧૯૭૫ના વર્ષની વાત છે. સંજય પટેલને એક અઠવાડીયા પહેલાં જ પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત થઇ હતી. તેની આ સિદ્ધિને બિરદાવવા અને અભિનંદન આપવા માટે તેના કુટુબીજનો, મિત્રો અને સમાજ દ્વારા રાજયના લીડીંગ સમાચારપત્રોમાં સતત ત્રણ દિવસથી તેના ફોટા સાથે શુભેચ્છા સંદેશાઓ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા હતા, જેના અનુસંધાને સંજય પટેલને આજની ટપાલમાં કેટલાક લેખિત શુભેચ્છા સંદેશાઓ મળ્યા હતા. તેમાં શહેરની એક ખ્યાતનામ કોલેજના સંચાલક મંડળનો સંદેશો પણ હતો. સંજયનું તે પરબીડિયા પર વિશેષ ધ્યાન ગયું. તેણે સંદેશો વાંચ્યો. કોલેજના સંચાલક મંડળ દ્વારા સંજયને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમની કોલેજમાં અંગ્રેજીના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ (એચ.ઓ.ડી.) તરીકે