લવ રીવેન્જ પ્રકરણ-૩ કોલેજનાંજ Convention Hall માં ફ્રેશર્સ પાર્ટી રાખવામાં આવી હતી. લાવણ્યાની આગેવાનીમાં આખી પાર્ટીની તૈયારી થઇ હતી. વિશાળ Convention Hallને પાર્ટીને અનુરૂપ સજાવવામાં આવ્યો હતો. રંગબેરંગી લાઈટો, બલૂન્સ વગેરેથી આખો Hall ઝગમગી ઉઠ્યો હતો. DJની તાલે પ્રથમ વર્ષના ફ્રેશર્સ તેમજ તેમનાં સિનીયર્સ ઝૂમી રહ્યા હતા. પાર્ટી શરુ થયે એક કલાક જેટલો સમય થઇ ગયો હતો. મોટાભાગના યુવાન/યુવતીઓ આવી ચુક્યા હતા. પરંતુ લાવણ્યા જેની કાગડોળે રાહ જોઈ રહી હતી તે યુવાન-સિદ્ધાર્થનો હજી કોઈ અત્તોપત્તો નહોતો. “હાય લાવણ્યા.....!” ફ્રેશર્સ પાર્ટીમાં આવી પહોંચેલાં વિશાલે પાર્ટી હોલના મુખ્ય દરવાજે ઉભેલી લાવણ્યાને જોતાંજ કહ્યું “વાહ....! જોરદાર હોટ લાગી રહી છે યાર તું તો...!”