સોમદેવ, ભોજ, કૌટિલ્ય અને કાલિદાસ : એવિયેશન ટેક્નોલોજીનાં સદીઓ જૂનાં વિદ્વાન! વૈમાનિક શાસ્ત્ર અને એમાં વર્ણવાયેલ ૩૨ પૌરાણિક સિદ્ધિઓ વિશે આપણે ગત અઠવાડિયાઓ દરમિયાન અવગત થયા. એ સિવાય પણ ઘણા સંસ્કૃતજ્ઞોએ પોતાનાં વિવિધ પુસ્તકોમાં એવિયેશન ટેક્નોલોજી અને વિમાનોનાં પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. (૧) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર : રાજા હરિશ્ચંદ્ર અને સૌભિકનાં ‘સૌભ’ નામે એક શહેરનો ઉલ્લેખ કૌટિલ્યે પોતાનાં લખાણમાં કર્યો છે. જેનો અર્થ છે, “એવો વ્યક્તિ, જેની પાસે હવાઇ-વાહનો ઉડાડી શકવાની તકનિક છે.” તદુપરાંત, પાઇલોટ માટે તેમણે ‘આકાશ યોધિનઃ’ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ છે, “જેને આકાશમાં યુદ્ધ કરવા માટેની તાલીમ મળી હોય એ” ! (૨) સોમદેવ ભટ્ટનું કથાસરિતસાગર :