૧ પાઇલોટ, ૩૨ પૌરાણિક સિદ્ધિઓ..! ગયા અઠવાડિયે આપણે ભારદ્વાજ ઋષિ રચિત વૈમાનિક શાસ્ત્રનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો. પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતાં અત્યાધુનિક એરોપ્લેનનો ઉલ્લેખ એ ગ્રંથમાં કરવામાં આવ્યો છે, જેને ઇ.સ. ૧૮૭૫માં ગુજરાતનાં પ્રાચીન મંદિરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. વિમાનોની બનાવટથી માંડીને તેનાં અલગ-અલગ પ્રકારો, કદ, આકાર, દળ અંગેની માહિતી ઉપરાંત; એ સમયનાં પાઇલોટે વિમાન ઉડ્ડયન વખતે લેવી પડતી કેટલીક તાલીમ અને સિદ્ધિઓનું પણ એમાં વર્ણન છે. એવી ૩૨ પૌરાણિક સિદ્ધિઓ, જેને ધારણ કર્યા વિના વ્યક્તિ વિમાન ઉડાડવા યોગ્ય ન ગણાઈ શકે! (૧) માંત્રિક : ‘મંત્રાધિકાર’ પ્રકરણમાં જણાવ્યાનુસાર; અભેદ્ય, અછેદ્ય અને અદાહ્ય વિમાનોનાં નિર્માણ માટે છિન્નમસ્તા, ભૈરવી, વેગિણી, સિદ્ધંબાનાં મંત્રોને જાગૃત