અર્ધ અસત્ય. પ્રકરણ-૪૯ પ્રવીણ પીઠડીયા “અનંતસિંહ ક્યાં છે દેવા?” ધડકતાં હદયે ભારે ઉત્સુકતાથી અભયે એક પ્રશ્ન પૂછયો હતો. “એ તમે વૈદેહીબા ને પૂછો.” દેવાએ જવાબ આપ્યો અને અભય સન્નાટામાં પહોંચી ગયો હતો. તેને આશંકા તો હતી જ કે જરૂર વૈદેહીસિંહ આ મામલામાં કંઇક જાણે છે, પરંતુ દેવાના મોઢે તેમનું નામ ઉભરીને સામે આવશે એ સ્વપ્નેય નહોતું વિચાર્યું. શું વૈદેહીસિંહ ખુદ પોતાના ભત્રિજાને ગાયબ કરી શકે, અથવા કોઇની પાસે કરાવી શકે? એ વિચાર જ કેટલો ભયાનક હતો. તે અમંગળ કલ્પનાઓના ઘેરામાં અટવાઇ પડયો હતો. પોલીસની ડ્યૂટી દરમ્યાન તેણે એવા કેટલાય કેસ હેન્ડલ કર્યાં હતા જેમાં દિમાગ ચકરાઇ જાય અને દુનિયાદારી ઉપરથી