અમે બેંક વાળા - 11 - અમૃતસિધ્ધિ યોગ

  • 4k
  • 1.7k

11. અમૃતસિધ્ધિ યોગ1982-83. હું દ્વારકા ખાતે કાર્યરત હતો. એ વખતે શહેર ખૂબ નાનું. વીસેક હજારની જ વસ્તી. શહેરી જનોની વસ્તી ધરાવતું મોટું ગામડું કહો તો ચાલે.મેં અગાઉ કહ્યું તેમ એ વખતે બેંકના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે મિત્રતા ગાઢ રહેતી. ક્યારેક ઉગ્ર બોલાચાલી અને નહીં જેવી વાતમાં કંમ્પ્લેઇન પણ થઈ જતી. રાજકોટ હતો ત્યારે એક મહાશય વારંવાર બેંકમાં આવી ચિડાય. એમાં પણ નાની શી ભૂલ હોય તો પણ 'માફી માંગો' વગેરે કહે. મેનેજરની કેબિનમાં કેસ ચાલે અને અર્ધો કલાક એ સ્ટાફ અને મેનેજરનો બગડે. એમાં તેઓ વારંવાર કહેવા લાગેલા કે 'મોઢામોઢ સોરી નહીં ચાલે. લખીને આપી દો.' જે તે ક્લાર્ક કે ઓફિસર